LRD Result 2022
Gujarat Police Bharti Board / Lok Rakshak Bharti Board published an important notification for Police Bharti 2022. View this official notification by below mentioned link.
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની OMRની કરવામાં આવેલ પૂનઃચકાસણી અંગે
તા.૦૭.૦૫.૨૦૨૨ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલ અને જે ઉમેદવાર પોતાની OMRની પૂનઃચકાસણી કરાવવા માંગતા હતા તેવા કુલ-૩૮૦ ઉમેદવારો તરફથી લોકરક્ષક ભરતી બોર્ડને અરજી મળેલ હતી. જે પૈકી નીચે મુજબના કુલ-૧૦ ઉમેદવારોએ પોતાની OMR માં પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભુલ કરેલ હતી.
ઉપરોકત કુલ-૧૦ ઉમેદવારોની OMRમાં પ્રશ્નપૂસ્તિકા કોડમાં ફેરફાર થતા લેખિત પરીક્ષાના પરીણામમાં પણ ફેરફાર થયેલ છે. ગુણની વિગત નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
OMRની પૂનઃચકાસણી માટે મળેલ કુલ-૩૮૦ અરજીઓ પૈકી ઉપરોકત કુલ-૧૦ સિવાય અન્ય કોઇપણ ઉમેદવારના ગુણમાં ફેરફાર જણાયેલ નથી.
પરીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવેલ રોજકામ મુજબ પ્રશ્નપૂસ્તિકા કોડમાં થયેલ ફેરફાર અંગે.
ભરતી બોર્ડની હેલ્પલાઇન અથવા અરજી મારફતે મળેલ ઉમેદવારોની રજુઆત અન્વયે ચકાસણી કરતા અમદાવાદની સંત કબીર સ્કુલના વર્ગખંડ નં.૪ તથા સેન્ટ મેરી સ્કુલના વર્ગખંડ નં.૧ અને ૪ ના નીચે મુજબના કુલ-૬૫ ઉમેદવારોએ પોતાની OMRમાં પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભુલ કરેલ જે અંગે જે તે સમયે સ્કુલ ખાતે કરવામાં આવેલ રોજકામને ધ્યાને લઇ આ ઉમેદવારોની OMR માં પ્રશ્નપુસ્તિકા કોડનો સુધારો કરી સાચો પ્રશ્નપુસ્તિકા કોડ દર્શાવવામાં આવેલ છે અને તે મુજબ પરીણામમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. ગુણની વિગત નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.