Police Bharti Physical Test 2021
Gujarat Police Bharti Board / Lok Rakshak Bharti Board published an important notification for Police Bharti 2021. As per this notification, candidate can change their physical efficiency test date if there's some genuine reason (i.e. marriage, other exam, death etc.). View this official notification by below mentioned link.
પો.સ.ઇ. તથા લોકરક્ષક ભરતીના કોલલેટર બાબતે ઉમેદવારો ધ્વારા થયેલ રજુઆતને ધ્યાનમાં લઇ ઉમેદવારોના માર્ગદર્શન માટે નીચે સુચનાઓ બહાર પાડવામાં આવે છે. જે ઉમેદવારોએ પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર બંને માટે અરજી કરેલ છે જેમાં પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરના કોલલેટર અલગ અલગ નીકળે છે તેવા ઉમેદવારોએ ફકત પો.સ.ઇ. ભરતીના કોલલેટર ઉપર જ શારીરીક કસોટી આપવાની રહેશે અને લોકરક્ષક ભરતીના કોલલેટરને રદ્દ ગણવાનો રહેશે.
જે ઉમેદવારોએ પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર બંને માટે અરજી કરેલ છે તેવા ઉમેદવારોનાં કોલલેટરમાં પો.સ.ઇ. ઉપરાંત લોકરક્ષકનો પણ કન્ફર્મેશન નંબર દર્શાવવામાં આવેલ છે અને આવા ઉમેદવારોને તેમની દોડના સમયના આધારે પો.સ.ઇ. તથા લોકરક્ષક એમ બન્ને માટે અલગથી ગુણ આપવામાં આવશે. જો પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર બંને માટે અરજી કરેલ હોય અને પો.સ.ઇ.ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફર્મેશન નંબર ના હોય તો તેવા ઉમેદવારે ભરતી બોર્ડના સરનામે (બંગલા નં. ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર ખાતે) તા.૦૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળે તે રીતે અરજી કરવાની રહેશે. જેથી તેના લોકરક્ષકના ગુણ આપવાના બાકી રહી ન જાય.
કોઇપણ કારણસર ઉમેદવારને એકથી વધુ કોલલેટર/કોલલેટરો મળેલ હોય તો તે પૈકી જે કોલલેટરની તારીખ પહેલા આવતી હોય તે તારીખે શારીરીક કસોટી આપવાની રહેશે અને અન્ય કોલલેટર/કોલલેટરો રદ્દ ગણવાના રહેશે. જો કોઇ ઉમેદવાર બન્ને કોલલેટર ઉપર શારીરીક કસોટી આપવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને પો.સ.ઇ. તથા લોકરક્ષકની આ ભરતી માટે ગેરલાયક ઠરાવવામાં આવશે, તેમજ ભવિષ્યમાં લેવાનાર રાજય સરકારશ્રી હસ્તકની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં આવશે.
જે ઉમેદવારોને પોતાના નામ, પિતા/પતિનું નામ અને અટકમાં અરજી કરતી સમયે ભુલ થયેલ છે તેવા ઉમેદવારને જે કોલલેટર મળેલ છે તે તથા ઓળખપત્રના અસલ પુરાવા સાથે રાખવાથી પરીક્ષા આપી શકે છે.
શારીરીક કસોટી માટે તારીખ બદલવા અંગે સુચનાઓઃ
જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણસોર શારીરીક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરીતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ અને લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરીતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે.
નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણસોર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં.
- ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઇ/બહેનના લગ્ન હોય તો
- ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરિક્ષાના કિસ્સામાં (પરિક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરિક્ષાનો દિવસ/દિવસો અને પરિક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરીક કસોટી હોય તો)
- ઉમેદવારના માતા/પિતા/ભાઇ/બહેન/દાદા/દાદી/પત્ની/પુત્ર/પુત્રીનું અવસાન થયેલ હોય તો
ખાસ નોંધઃ શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન-૩ પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે. ઉમેદવારની અરજી મળયા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે તથા જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે.
- View official notification here
- Download Police Bharti Physical Test Call Letter here
- List of Rejected Application for PSI, ASI & AO Recruitment 2021
- Gujarat Police Lok Rakshak Official Notification 2021
- PSIRB PSI Cadre Official Notification 2021